કચ્છ પ્રાચીન ભૂમિ છે. જેનો મહત્વનો પ્રાચીન ઇતિહાસ યુગ છે. ભૌગોલિક લાક્ષણિકતાઓ અને કાચબાને મળતા ભુપૃષ્ઠ લક્ષણોને કારણે તેનું નામ કચ્છ પડયું. પ્રાચીન સાહિત્યમાં તેના આ નામનો ઉલ્લેખ છે. મલ્લીનાથીએ અમરકોષ પરના તેના ભાષ્ય સંજીવનીમાં તેની નીચાણમાં આવેલા ભેજવાળા પ્રદેશ કે પડતર જમીન તરીકે વ્યાખા કરી છે. પુરાણમાં જુના વખતમાં આ દેશની મુલાકાત લેનાર વિદેશી પ્રવાસીઓની આ પ્રદેશ પરની જુદી જુદી નોંધોમાં તેમજ શિલાલેખોમાં, તામ્રપત્રોમાં અને જૂના લખાણો અને હસ્તપ્રતોમાં તેનો આ નામ તરીકે ઉલ્લેખ છે. ખ્રિસ્તી યુગના પ્રારંભ અગાઉ સધ અને સૌરાષ્ટ્ર વચ્ચેના પ્રદેશને આભરિ તરીકે વર્ણવેલો છે કે જે નામનો મહાભારતમાં પણ ઉલ્લેખ છે. ગ્રીક પ્રવાસી અને લશ્કરી સેનાપતિએ પણ ઇશુ ખ્રિસ્ત પહેલાની બીજી સદી દરમિયાન તેના આભીરના મૂળ નામને અપભ્રંશ કરીને આ પ્રદેશનો આબીરીયા કે અબીર તરીકે ઉલ્લેખ કર્યો છે. ઇ.સ.ની ત્રીજી કે ચોથી સદી સુધી અને તે પછી પણ તેનો કચ્છ તેમજ આભરિ એમ બંને નામો તરીકે ઉલ્લેખ છે. આ વિસ્તારમાં આભીરો વસતા હતા તેના મૂળ નિવાસીઓ પરથી સૌ પ્રથમ આભરિ તરીકે ઓળખાયો. તેની આસપાસ પાણી અને ખરાબાની જમીનથી ધેરાયેલી અદ્વિતીય ભૌગોલકિ પરિસ્થતિને કારણે તે પાછળથી કચ્છ તરીકે ઓળખાયો.
કચ્છની વહીવટી ભૂમિકા અસ્પષ્ટ લાગે છે. પ્રાચીન કાળથી ઉત્તર અને પૂર્વમાંથી આવેલી જુદી જુદી જાતિઓએ આ ભૂમિ પર વસવાટ કરેલ છે. જાણવા મળતા ઇતિહાસના સમા દરમિયાન તે વખતોવખત સધ અને ગુજરાત પર સત્તા ભોગવનાર જુદા જુદા રાજવંશોના આધપત્યિ હેઠળ રહેલું છે.તે એક વખત મૌર્ય સામ્રાજયનો ભાગ હતું. ત્યારબાદ તેશક, ક્ષત્રપ, ગુપ્ત, હૈહયોની સત્તા હેઠળ આવ્યો. પાછળથી તેના પર મૈત્રક, ગુર્જર, ચૌલુકય, ચાવડા, સોલંકી અને કાઠી અને બીજા ગુજરાતના રાજાઓએ રાજ્ય કર્યુ. આમ, કચ્છને ગુજરાત સાથે ગાઢ સંપર્ક રહ્યો છે જેના ઇતિહાસના પ્રવાહે આ પ્રદેશ પર ધણી અસર કરી છે.
કચ્છ ઇતિહાસને સામાન્ય રીતે પ્રાચીન અને આધુનકિ અર્થાત ૧૪મી સદીથી લગભગ શરૂઆતના સમયમાં જાડેજાના સમાના વિજય પહેલાના અને પછીના સમયમાં એમ બે ભાગમાં વહેંચી શકાય અથવા સીંધની સમા રાજપૂત જાતિએ કરછ પર વિજય મેળવ્યો ત્યારે ૧૪મી સદીમાં કચ્છનો અલગ રાજ્ય તરીકે પ્રાદુર્ભાવ થયો. જૂના હિંદુ લખાણોમાં આ પ્રદેશનો કચ્છ કિનારાની જમીન અથવા રણ વિસ્તાર તરીકે ઉલ્લેખ છે. કચ્છની અગાઉની હકીકત ગ્રીક સાહિત્યમાં જોવા મળે છે.